રાતના અંધારામાં લટાર મારતો દીપડો, કેમેરામાં થયો કેદ - સીમમાં દીપડો દેખાયો
સુરત: જિલ્લામાં દીપડાના આંટાફેરા યથાવત છે. કામરેજના ચોર્યાસી ગામની સીમમાં મોડી રાત્રે દીપડો નજરે ચડ્યો હતો. કદાવર દીપડો ચોર્યાસી ગામની (Choryasi village in Kamrej )સીમમાં બિન્દાસ લટાર મારી રહ્યો હતો. જે કાર ચાલકે પોતાના મોબાઈલમાં દીપડાને કેદ કરી લીધો હતો. જે વિડિયો હાલ (Leopard seen in Choryasi village)સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે શિકારની શોધમાં દીપડાઓ હાલ માનવ વસ્તી તરફ આવી રહ્યા છે,જોકે દીપડા દ્વારા કોઇપણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યું ન હતુ,ત્યારે દીપડાના આંટાફેરા વધતા લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST