વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજા આરોહણ બાદ માતાના દર્શને લાખો ભક્તોનું ઘોડાપૂર, VIDEO - Pavagadh temple
પંચમહાલઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. 500 વર્ષ બાદ ગુજરાતના પાવાગઢમાં આવેલ મહાકાળી મંદિરના( Pavagadh Mahakali Temple )શિખરનું પુનઃનિર્માણ અને વડાપ્રધાને પ્રથમ વખત( Pavagadh mountain )ધ્વજારોહણ કર્યા બાદ ભક્તોની ભીડ ઉમટી હતી. અહીં અંદાજે 2 લાખ ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા. ચોમાસાની ઋતુ વચ્ચે પાવાગઢ ડુંગરની (Pavagadh temple)આસપાસ આહલાદક દ્રશ્યો સર્જાયા હતા અને ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે પાવાગઢ પર્વત ઉપર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો દર્શન માટે આવેલા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શનિવારે મોડી રાતથી જ યાત્રાધામ પાવાગઢ ખાતે યાત્રિકોના ઘસારો જોવા મળ્યો હતો. જેમાં રવિવારે વહેલી સવારે મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વાર ખુલતાની સાથે જ મહાકાળી માતાજીના મંદિરના પરિસર સહિત સમગ્ર ડુંગર પર માતાજીના ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.જ્યારે પોલિસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST