વડોદરા લક્ષ્મી વિલાસ પેલેસમાં ગોલ્ફ મેદાનમાં ધસી આવેલા મગરને કાઉન્સિલરે કઇ રીતે રેસ્ક્યુ કર્યો જૂઓ - લક્ષ્મી વિલાસ પેલેસમાં ગોલ્ફ મેદાન
ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરના નદી કિનારાના વિસ્તારોમાં મગરો નીકળી રહ્યા છે.આજે સવારે લક્ષ્મી વિલાસ પેલેસના ગોલ્ફ મેદાનમાં 3 ફૂટનું મગરનું બચ્યું ગોલ્ફના મેદાનમાં લટાર મારવા માટે આવી પહોંચ્યું હતું. ત્યારે ભાજપના વોર્ડ 7ના કાઉન્સિલર બંદીશ શાહ લક્ષ્મી વિલાસ પેલેસમાં ગોલ્ફ રમી રહ્યાં હતાં તે દરમ્યાન 3 ફૂટના મગરના બચ્યાંને જોતા સાવચેતીપૂર્વક રેસ્ક્યુ કરી સલામતસ્થળે મુક્ત કરી દીધુ હતું. આ મગરનું બચ્ચું લક્ષ્મી વિલાસની પાછળના ભાગથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી આવી પહોંચ્યું હોવાનું અનુમાન છે. હાલમાં વિશ્વામિત્રી નદીમાં પાણી હોવાના કારણે મગરો પાણીના પ્રવાહ સાથે તણાઇને કિનારા વિસ્તારોમાં પહોંચી જતા હોય છે. ત્યારે આ મગરનું બચ્ચુ પણ નદીમાં પરત જવાના બદલે ગોલ્ફના મેદાનમાં આવી પહોંચ્યું હતું. જોકે, આ મગરનું બચ્યું કૂતરા જેવા પ્રાણીઓનો શિકાર બને તે પહેલાં તેનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવ્યું હતું. Vadodara Vishvamitri River Laxmi Vilas Palace in Vadodara golf course of Laxmi Vilas Palace councilor rescued a crocodile Monsoon Gujarat 2022
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST