Covid 19 case: અમદાવાદ શહેરમાં વધુ કોરોનાના નવા 6 કેસ નોંધાયા, શહેરમાં કુલ 18 કેસ એક્ટિવ - કોરોના કેસ
Published : Dec 23, 2023, 1:48 PM IST
અમદાવાદ: ગઈકાલે શુક્રવારે અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા હતા. મ્યુનિ. આરોગ્ય વિભાગની માહિતી મુજબ હાલ શહેરમાં કોરોનાના 18 એક્ટિવ કેસ છે. નવા 6 કેસમાંથી 2 દર્દી બહાર ફરીને આવ્યા હતા. જ્યારે એક દર્દી સિંગાપુરથી અને અન્ય એક દર્દી પુનાથી પરત આવ્યા બાદ ચેપ લાગ્યો હતો. શુક્રવારે આવેલા તમામ 6 પોઝિટિવ કેસ પણ પશ્ચિમ અમદાવાદના વિસ્તારોના હતા.Body:આમાંથી મોટાભાગના દર્દીઓએ કોરોનાની રસી મુકાવી હતી. આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર હજુ સુધી એકપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી.Conclusion:કોરોનાનો ચેપ ધરાવતા 18 દર્દી હોમ આઇસોલેશનમાં છે. હેલ્થ વિભાગ તમામની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.