મહામેળાના છેલ્લા દિવસે પોલીસ વિભાગ દ્વારા માતાજીને 52 ગજની ધજા ચઢાવાઈ
યાત્રાધામ અંબાજીમાં ભરાયેલા 6 દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો છેલ્લો દીવસ હતો. રાત્રી ના 12 કલાકે મેળો પૂર્ણ થયેલો ગણવામાં આવ્યો હતો , (52 gaj Dhaja was offered to maa ambaa )સમગ્ર મેળા દરમિયાન લાખો ની સંખ્યામાં આવેલા યાત્રિકોની સલામતી અને સુરક્ષા માટે 5000 ઉપરાંત પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આ મેળો સુખરૂપે સંપન્ન થતા પોલીસ વિભાગ દ્વારા માતાજી ને 52 ઘજ ની ધજા ચઢાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેળાની સુરક્ષા ને લઈ સતત ચિંતિત રહેતા રેન્જ I G જે આર મોથલિયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે અન્ય ઉચ્ચ અધિકારીઓ પોતાના પરિવાર સાથે આ ધજારોહણ કાર્યક્રમ માં જોડાયા હતા.(AMBAJI POLICE DEPRTMENT )
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST