ગુજરાત

gujarat

CM મમતા બેનર્જી પરંપરાગત પોશાક પહેરીને ચાના બગીચામાં પાંદડા તોડતા નજરે પડ્યાં

ETV Bharat / videos

નેપાળી પોશાકમાં જોવા મળ્યા મમતા બેનર્જી, ચાના બગીચામાં પાંદડા તોડ્યા - Decked up in Nepali outfit WB CM Mamata Banerjee joined Tea Pluckers

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 7:16 PM IST

દાર્જિલિંગ: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દાર્જિલિંગના કુર્સિયોંગમાં ચાના બગીચાઓમાં પહોંચ્યા હતા. જ્યાં ટીએમસી સુપ્રીમો  મમતા બેનર્જી પાંદડા તોડનારી મહિલાઓ સાથે જોડાયા હતા અને પાંદડા તોડ્યા હતા. મહિલાઓ સાથે ખુલીને વાત કરી હતી. મમતા બેનર્જી પરંપરાગત નેપાળી પોશાક પહેરીને ચાના બગીચામાં ચાના પાંદડા તોડતી મહિલાઓ સાથે ગાતા પણ જોવા મળ્યા હતા. મમતા બેનર્જીએ મકાઈબારી ટી એસ્ટેટમાં પણ ચા પીધી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હવે સત્તાવાર ઉત્તર બંગાળના પ્રવાસ પર છે. જ્યાં પારિવારિક લગ્ન સિવાય તેઓ અનેક જાહેર વિતરણ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી લગ્નમાં હાજરી આપવા માટે પહેલેથી જ દાર્જિલિંગના કુર્સિયોંગ પહોંચી ગયા છે. 

ABOUT THE AUTHOR

...view details