ગુજરાત

gujarat

Kutchh News: ભુજમાં 2 ઇંચ વરસાદ સાથે મોટા બંધમાં નવા નીર આવતા સૌંદર્ય ખીલી ઉઠ્યું

ETV Bharat / videos

Kutchh News: ભુજમાં 2 ઇંચ વરસાદ સાથે મોટા બંધમાં નવા નીર આવતા સૌંદર્ય ખીલી ઉઠ્યું - 2 inches of rain in Bhuj beauty

By

Published : Jul 8, 2023, 2:01 PM IST

કચ્છ: જિલ્લામાં આજે વહેલી સવારથી આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો હતો.પશ્ચિમ કચ્છમાં વહેલી પરોઢથી વરસાદી માહોલ સર્જાયો હતો જેમાં ખાવડા, લખપત, નખત્રાણા, અબડાસા, ભુજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો કચ્છમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો .ભુજમાં 2.36 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.જેમાં ભુજના ઉપરવાસમાં વરસાદ બાદ મોટાબંધમાં પાણીની આવ શરૂ થઈ હતી. જાણે સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું.દર વર્ષે જ્યારે ભુજના મોટા બંધમાં નવા પાણીની આવ શરૂ થાય છે. ત્યારે મોટી સંખ્યામાં ભુજવાસીઓ નજારો માણવા ઉમટતા હોય છે.જ્યારે મોટા બંધમાં પાણી આવે છે.  ત્યારે ધોધ જેવો માહોલ સર્જાય છે. અને પાણીની આવનો અવાજ પણ ખૂબ જ આનંદ આવે તેવો હોય છે.ઉલ્લેખનીય છે કે, ભુજના મોટા બંધમાં નવા નીર આવે છે ત્યારે આ નીર ભુજના હૃદય સમાન હમીરસર તળાવમાં જાય છે. હમીરસર તળાવ આ નીર મારફતે ભરાય છે. સવારના 6 થી 10 વાગ્યા સુધી કચ્છના તાલુકાઓમાં નોંધાયેલ વરસાદઅંજાર 0.28 ઇંચ,  ગાંધીધામ 0.28 ઇંચ,  નખત્રાણા 1.52 ઇંચ,  ભુજ 2.36 ઇંચ, મુન્દ્રા 0.08 ઇંચ, માંડવી 0.48 ઇંચ,  લખપત 1.16 ઇંચ વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આવનારા સમયમાં જો વધારે વરસાદ  પડશે તો ખેડૂતોના પાકને નુકશાન થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં ગરમીના કારણે રાહત મળી છે.

  1. Weather Forecast: સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ, દેશભરમાં મોનસુનનો જોરદાર મિજાજ
  2. Amarnath Yatra: ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ, એક યાત્રીનું મોત

ABOUT THE AUTHOR

...view details