Narmada Dam: નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો, 130 મીટરને પાર
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે ઉપરવાસમાંથી પાણી આવકને લઈ ડેમ 130 મીટર પાર કર્યો ત્યારે ખરેખર આજે ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે. નર્મદા બંધમાં હાલ પાણીની આવક 54,572 ક્યુસેક થઇ રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં પાણીની સરેરાશ આવકને કારણે 16 સેમીનો વધારો નોંધાયો છે. નર્મદા બંધની જળસપાટી 130 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા બંધમાં ઉપરવાસમાંથી એટલેકે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પાણીની આવક સતત ચાલુ જ છે એટલે નર્મદા બંધમાં પાણીની અવાક થતી રહેશે અને જેને કારણે તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચશે. હાલ નર્મદા બંધના ઇજનેરો ડેમની જળસપાટી પર નજર લગાવી બેઠા છે.