હરિયાણામાં 11 વર્ષના બાળકે ડાયલ 112 પર કોલ કર્યો, કહ્યું- બચાવો મારી માતા પીડાઈ રહી છે
ફતેહાબાદમાં, એક 11 વર્ષના છોકરા (Child saves mother life in Haryana )એ ડાયલ 112 પર ફોન કર્યો અને પોલીસને જાણ કરી કે તેની માતાને કોઈએ ઝેર આપ્યું છે. જે બાદ પોલીસ 10 મિનિટમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસકર્મીએ મહિલાને ઉપાડી અને કોઈપણ વિલંબ કર્યા વિના તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી. જ્યાં મહિલાની હાલત નાજુક છે. આ સમગ્ર ધટનાનો વીડિયો પણ પોલીસ કર્મચારીઓએ શેર કર્યો છે. વીડિયોમાં મહિલા વેદનામાં જમીન પર પડેલી જોવા મળી રહી છે. પોલીસકર્મીઓ પીસીઆર દ્વારા મહિલાને હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે. ઝેર કોણે આપ્યું? તેણે કેમ પીધું? આ પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે કારણ કે મહિલા હજુ નિવેદન આપી શકે તેવી સ્થિતિમાં નથી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST