ગુજરાત

gujarat

ETV Bharat / videos

એક સાથે 100થી વધારે ઘેટાઓ ચરતા ચરતા જ મૃત્યું પામ્યા, ખાઈ ગયા આ વસ્તુ

By

Published : Jul 15, 2022, 10:58 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

દાડમનો જંતુનાશક દવા છાંટેલો પાક ખાવાથી 100થી વધુ ઘેટાંના (100 sheeps died At Karnataka) મોત થયા હતા. કર્ણાટકના વિજયાનગરના હગરીબોમ્મનાહલ્લી તાલુકાના હંપાસાગરા ગામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલો હતો. દાડમના પાકને ખાવાથી 100 થી વધુ ઘેટાં મૃત્યુ પામ્યા છે અને 30 ઘેટાં બીમાર પડ્યા છે. આ ઘેટાં બન્નીકલ્લુ ગામના કરીબસપ્પા, ટી. કોટ્રેશ, સી. વીરેશા અને મંજુનાથ કરીબસાવા સજ્જીના છે. ભરવાડો ઘેટાંને હંપાસાગર ગામ પાસે ચરાવવા લઈ ગયા હતા. આ સમયે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ દાડમના પાકને ખાઈ જતા 100 થી વધુ ઘેટા ગંભીર રીતે બિમાર થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. 30 ઘેટા બીમાર પડ્યા હતા અને પશુ ચિકિત્સક ડોકટરે સ્થળ પર જઈને તેમની સારવાર કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details