શું આ રીતે કોઈ નોળિયાને માણસ સાથે રમતા જોયું છે?, જૂઓ વીડિયો... - mongoose
કેરળના કોઝિકોડમાં અબ્દુલ ગફૂરની નોળિયા સાથેની મિત્રતા (friendship between a man and a mangoose ) ચર્ચામાં છે. નોળિયા (mongoose) સામાન્ય રીતે માનવ હાજરી પસંદ કરતા નથી. મોટાભાગના નોળિયા માણસોને જોઈને ભાગી જાય છે, પરંતુ અહીં એવું નથી. આ નોળિયો ગફૂરના ઘરના પરિવારના સભ્યો સાથે પણ મૈત્રીપૂર્ણ રહે છે. આ નોળિયોલગભગ અઢી મહિના પહેલા મળી આવ્યો હતો. તેના બે ભાઈ-બહેન મૃત્યુ પામ્યા હતા. તે માત્ર એક જ બચ્યો હતો, જેને ગફૂર ઘરે લઈ આવ્યો હતો. ગફૂર તેને ખાવા-પીવાનું પૂરું પાડે છે. ગફૂર કહે છે કે, પહેલા આ નોળિયો નિરાશ રહેતો, પરંતુ હવે તે તેની પાછળ ફરતો રહે છે. તેમની સાથે રમે છે. જ્યારે ગફૂર તેની દુકાને જાય છે, ત્યારે નોળિયો તેની સાથે જાય છે. ગફૂર અને નોળિયાની મિત્રતાની એટલી ચર્ચા છે કે લોકો તેમને જોવા આવે છે. તેમની સાથે ફોટા પડાવે છે. જ્યારે વન અધિકારીઓને ગફૂર અને નોળિયાની વાર્તા વિશે ખબર પડી ત્યારે તેઓએ ગફૂરનો સંપર્ક કર્યો. ગફૂર કહે છે, "તેઓએ મને કહ્યું કે જાનવર માટે કોઈ મુશ્કેલી ન સર્જાય અને જો તે કોઈ પર હુમલો કરે તો તરત જ તેને વન વિભાગ પાસે લઈ જાવો." ઘણા લોકોએ આ નોળિયો ખરીદવા માટે સારા પૈસા ઓફર કર્યા, પરંતુ ગફૂર વેચવા તૈયાર નથી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST
TAGGED:
mongoose