ગુજરાત

gujarat

ETV Bharat / videos

Murder in Ahmedabad: 400 રૂપિયાની લેતીદેતીમાં ભિક્ષુકની હત્યા

By

Published : Feb 12, 2022, 7:11 PM IST

Updated : Feb 3, 2023, 8:11 PM IST

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં 400 રૂપિયાની લેતીદેતીમાં મજૂરી (Murder in Ahmedabad )કામ કરતા યુવકે ફૂટપાથ પર રહેતા ભિક્ષુકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. ગોમતીપુર પોલીસે (Ahmedabad City Police )ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી 1 મહિના પહેલા અમદાવાદ આવ્યો હોવાની માહિતી સામે આવી છે. રવી અમદાવાદમાં કચરાની બોટલો ઉપાડવાનું કામ કરે છે. મૃતક નવાબ અને રવી બંને ફૂટપાથ પર(Murder in Gomtipur, Ahmedabad ) જ રહેતા હતા તે સમય દરમ્યાન બંનેની મિત્રતા થઈ હતી. મળતી માહિતી પ્રમાણે મૃતક અને આરોપી બંને સાથે મળીને નશો કરતા હતા. શુક્રવારની સવારે મૃતક ભિક્ષુકે રવિ જોડે પૈસા માંગ્યા હતા પરંતુ રવીએ પૈસા ન આપતા ભિક્ષુક અને રવી વચ્ચે માથાકૂટ થતા ભુક્ષુકે મોઢાના ભાગે છરીનો ઘા માર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા 400 રૂપિયાની લેતી દેતીમાં હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસને હાલ મૃતકના સાચા નામ અંગે પણ શકા હોવાથી સોશયલ મીડિયાનો સહારો લઈ તેના પરિવાર સુધી પહોંચવાની પ્રયત્ન કરી રહ્યા છે. સાથે આરોપી રવી દિલ્હી થી અમદાવાદ કેમ આવ્યો હતો ત્યાં કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST

ABOUT THE AUTHOR

...view details