મધ્યપ્રદેશમાં વાંસની નર્સરીમાં લાગી ભીષણ આગ, લોકોમાં સર્જાયો ભયનો માહોલ - વાંસની નર્સરીમાં આગ
શાહડોલ બુઢાર ફોરેસ્ટ રેન્જના પાકરીયા ગામમાં વાંસની નર્સરીમાં આગ લાગી (mp bamboo nursery Fire) હતી. આગનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વાંસ કેવી રીતે સળગી રહ્યો છે. આગની લપેટમાં હજારો વાંસના વૃક્ષો બળીને ખાખ થઈ ગયા હતા. આ નર્સરી રહેણાંક વિસ્તારની બાજુમાં હોવાથી આગની જ્વાળાઓ જોઈ લોકો ગભરાઈ ગયા છે. એમપીમાં સૂરજની ગરમી પ્રચડ (Scorching heat in mp) છે. તમામ જિલ્લામાં આકાશમાંથી આગ વરસી રહી છે. કાળઝાળ ગરમીના કારણે શાહડોલમાં જંગલમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST