Massive fire in Chhattisgadh : છત્તીસગઢની ભિલાઈ વસાહતમાં લાગી ભીષણ આગ, 100થી વધુ ઝૂંપડપટ્ટીઓ થઇ નષ્ટ - ભિલાઈમાં ભીષણ આગ
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં, ભિલાઈ નગરના છાવની પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્ય નગરમાં ભીષણ આગને(Massive fire in Chhattisgadh) કારણે 100 થી વધુ ઝૂંપડીઓ બળીને ખાખ(many houses burnt due to fire in bhilai) થઈ ગઈ છે. આગની વિકરાળતાના કારણે ઝૂંપડપટ્ટીમાં રાખેલા ગેસ સિલિન્ડરમાં પણ વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ વધુ પ્રસરી રહી છે. આગની જાણ થતાં જિલ્લા વહીવટીતંત્ર અને બીએસપીની ફાયર બ્રિગેડની ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ભીડને કાબૂમાં લેવાનું કામ કરી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST