ગુજરાત

gujarat

ETV Bharat / videos

Manglore CCTV Video Virel : બાઇકની ટક્કરથી બસને લાગી આગ, બંને થયા ભષ્મિભુત - bus caught fire

By

Published : Apr 9, 2022, 8:27 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

શહેરના હમ્પનકટ્ટા સિગ્નલ પર બાઇક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો(Accident between bike and bus) હતો. અને બંને વાહનોમાં આગ લાગી(bus caught fire) હતી. આ ઘટના શુક્રવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતમાં બંને વાહનો ખાખ થઈ ગયા હતા. હમ્પનકટ્ટાથી વેલેન્સિયા જઈ રહેલી એક બાઇકને બસે ટક્કર મારી હતી. એક ખાનગી સિટી બસ હમ્પનકટ્ટુ સિગ્નલ ક્રોસ કરી રહી હતી ત્યારે આ અથડામણ થઈ હતી. અકસ્માત થતાં જ બાઇક બસના વ્હીલ નીચે આવી ગયું હતું અને બાઇકની પેટ્રોલ ટાંકીમાં આગ લાગી હતી. થોડી જ વારમાં બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી. બસના ટાયર ફાટતાં વિસ્ફોટ થયો હતો અને આખી બસ નાશ પામી હતી. બલાલ બાગના રહેવાસી બાઈક સવાર ડાયલન (26)ને પગમાં ઈજા થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બસમાં આગ લાગતાની સાથે જ મુસાફરો, ડ્રાઈવર અને ઓપરેટર નીચે ઉતરીને ફરાર થઈ ગયા હતા. પાંડેશ્વર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. મેંગ્લોર શહેરના પોલીસ કમિશનર શસીકુમારે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તેનું નિરીક્ષણ કર્યું.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details