ગુજરાત

gujarat

ETV Bharat / videos

Mahashivratri 2022: નાગા સંન્યાસીઓએ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી મહાશિવરાત્રિના પર્વની કરી પૂર્ણાહૂતિ - મૃગીકુંડમાં નાગા સંન્યાસીઓનું સ્નાન

By

Published : Mar 2, 2022, 11:05 AM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

જૂનાગઢમાં મહાશિવરાત્રિના પાંચ દિવસના મહાપર્વની (Mahashivratri 2022) પૂર્ણાહૂતિ થઈ છે. આજે સવારે નાગા સંન્યાસીઓએ મૃગીકુંડમાં સ્નાન કરીને આ મહાપર્વની પૂર્ણાહૂતિ કરી હતી. શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓના મૃગીકુંડમાં શાહી સ્નાન (Royal bath of Naga hermits at Junagadh) બાદ ભવનાથ મહાદેવને મધ્ય રાત્રે આરતી અર્પણ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાશિવરાત્રિના આ મહાપર્વ પૂર્ણ (Junagadh Mahashivaratri festival ends) થયો હતો. મહાશિવરાત્રિના દિવસે દેવાધિદેવ મહાદેવ નાગા સંન્યાસીઓના રૂપમાં ભવનાથની તળેટીમાં હાજરાહજૂર હોય છે તેવી ધાર્મિક માન્યતા છે. શિવના રૂપમાં સામેલ થયેલા નાગા સંન્યાસી રવેડીમાં પણ ભાગ લેતા હોય છે. પુરાણોના મતે મહાશિવરાત્રિના દિવસે મહાદેવ સ્વયં મૃગીકુંડમાં (Bathing of Naga hermits in Mrigikund) સ્નાન કરવા આસ્થાની ડૂબકી લગાવે છે અને અહીંથી પાતાળ લોકમાં પરત ફરે છે. આવી ધાર્મિક માન્યતાની વચ્ચે આજે નાગા સંન્યાસીઓ અને આસ્થાની ડૂબકી લગાવીને મહાશિવરાત્રિના મહાપર્વનો ધાર્મિક આસ્થા (Junagadh Mahashivaratri festival ends) સાથે પૂર્ણ કર્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details