Life imprisonment sentence : સાસુની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા ફટકારતી નડીયાદ કોર્ટ - સાસુની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા
ખેડા જિલ્લાના મહુધાના હેરંજ ગામમાં જમાઈ દ્વારા કુહાડીના ઘા ઝીંકી સાસુની હત્યા કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં આજે નડીયાદ સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા (Life imprisonment sentence) ફટકારવામાં આવી છે. હેરંજમાં રહેતાં મંજુલાબેનની તેમના જમાઈ રાકેશ વસાવા દ્વારા 19 સપ્ટેમ્બર 2020 ના રોજ કરપીણ હત્યા કરવામાં આવી હતી. આરોપી રાકેશ વસાવા તેની પત્ની પર ચારિત્ર્યની શંકા રાખી અવારનવાર ઝઘડો કરતો હોવાથી તે પિયર પાછી આવી ગઇ હતી.જેના રોષમાં આરોપીએ તેની પત્ની અને સાસુને માથામાં કુહાડીના જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડતાં મંજુલાબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. મહુધા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. નડીયાદ સેશન્સ કોર્ટે આરોપી રાકેશ વસાવાને પોતાની સાસુની હત્યાના કેસમાં આજીવન કેદની સજા તથા રૂ.20,000નો દંડ અને પત્નીની હત્યાની કોશિશના ગુનામાં 7 વર્ષની કેદ સજા તેમજ અને 10,000નો દંડ ફટકાર્યો (Nadiad court sentences son-in-law to life imprisonment )છે. દોષિતને બીલોદરા જેલમાં મોકલી દેવાયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST