Lake Renovation in Vadodara: VMCએ છાણી તળાવના બ્યૂટિફિકેશન માટે 14 કરોડ ખર્ચ્યા, પરંતુ કામ હજી અધૂરું - વડોદરામાં તળાવનું સમારકામ
વડોદરાના છાણી ગામમાં આવેલા તળાવનું 14 કરોડ રૂપિયાના ખર્ચે વર્ષો પહેલા રિનોવેશન (Lake Renovation in Vadodara) શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ આ કામ અધૂરું છે. ઈજારાદાર આ કામ ગોકળ ગાયની ગતિએ કરી રહ્યું હોવાનો વિપક્ષના કાઉન્સિલરે આક્ષેપ કર્યો હતો. આપને જણાવી દઈએ કે, વડોદરા મ્યુનિસપલ કોર્પોરેશને વિવિધ તળાવના નવીનીકરણનું (Beautification of lake in Vadodara) કામ શરૂ કર્યું છે. તેમાંથી એક તળાવ છાણી ગામનું પણ છે, પરંતુ હજી પણ બ્યૂટિફિકેશનનું કામ (Chhani Village Lake Beautification) પૂર્ણ થયું ન હોવાથી સ્થાનિકો સૌંદર્ય નથી માણી શકતા. આ અંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા શહેરના તળાવોનું બ્યુટીફીકેશન (Beautification of lake in Vadodara) કરી રહી છે, જેમાં કેટલાક તળાવોનું કામ પૂર્ણ થઈ ગયું છે. છાણી તળાવની કામગીરી પણ ચાલુ છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને આગામી સમયમાં વિસ્તારને નવું તળાવ મળશે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST