મહેસાણામાં વન સંરક્ષણની પરીક્ષાનું પેપર ફૂટવાને લઈને જીતુ વાઘાણીનું નિવેદન - Jitu Waghani statement
આજરોજ રાજ્યમાં વન સંરક્ષણની પરીક્ષા લેવામાં આવાની હતી પરંતુ પેપર લીક (Mehsana paper leak ) થતાં જ પરીક્ષા રદ કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ મહેસાણામાં પેપર લીકને લઈને નિવેદન (Jitu Waghani statement) આપ્યું હતું કે,અઢી કલાક પછી પેપર બહાર આવ્યું હતું. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. નરેન્દ્રભાઈ મોદીએ લેખિત પરીક્ષાની ગોઠવણી એવી રીતે કરી છે કે, તમામ ઉમેદવારો યોગ્ય રીતે પરીક્ષા આપી શકે. જે લોકોએ આ બાબતે આરોપ કરવાના હોય તે લોકો સરકાર પાસે આવે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST