હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી - Gujarat police
વડોદરા: જિલ્લાના વાઘોડિયા ખાતે ગત્ત તારીખ 11 નવેમ્બરના રોજ વેજલપુર ગામની સીમ પાસે આવેલ નદીના પટ્ટમાંથી એક 35 વર્ષના શખ્સનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. જો કે શોધખોળના અંતે વાઘોડિયા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ બંને આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે જયારે અન્ય એક આરોપી પોલીસ તપાસમાં અગાઉ ખૂનના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. હાલ તો સમગ્ર મામલે વાઘોડિયા પોલીસ અને LCBએ બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.