મેક્સિકોઃ સમુદ્રમાં પાંચ ક્લાક સુધી ધધગતી રહી ભીષણ આગ, જાણો પાણીમાંથી કેમ નીકળવા લાગ્યો લાવા - સોશિયલ મીડિયા
લૈટિન અમેરિકન દેશ મેક્સિકોના અખાતમાં સમુદ્રના પાણીમાં આગ લાગી હતી. પાણીની અંદરની પાઇપલાઇનમાંથી ગેસ લિકેજ થતાં દરિયાના પાણીમાં આગ લાગી હતી. આ ઘટના બાદ દરિયામાં આગની ભીષણ જ્વાળાઓ દેખાવા માંડી હતી. જો કે, આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ પાઇપલાઇન મેક્સિકોની સરકારી પેમેક્સ પેટ્રોલ કંપનીની છે. પાણીમાં આગ લાગવાની ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગભગ પાંચ કલાક પાણીમાં આગ ચાલુ રહી હતી. જ્યારે વીડિયો વાયરલ થયો, ત્યારે લાગતું હતું કે, જાણે જ્વાળામુખી પાણીમાં ફાટી નીકળ્યો છે અને આગનો લાવા બહાર આવી રહ્યો છે.