આસામમાં NIAએ માઓવાદીઓ સાથે સંબંધ ધરાવતા દંપતીની કરી ધરપકડ - The couple has links with Maoists
NIAએ રવિવારે માઓવાદીઓ સાથે સંબંધ હોવાના આરોપમાં એક દંપતીની ધરપકડ (The couple has links with Maoists) કરી હતી. જણાવવામાં આવ્યું છે કે, માઓવાદી નેતા કંચન દા ઉર્ફે અરુણ કુમાર ભટ્ટાચાર્યની (Maoist leader Kanchan da) ધરપકડ બાદ ઘણી નવી માહિતી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં (Husband wife arrested by NIA) આવી રહી છે. આસામની બરાક ખીણના વિવિધ ચાના બગીચાઓમાં માઓવાદીઓનું મોટું નેટવર્ક છે. આ ઘટનાને પણ આ સંદર્ભે જોવામાં આવી રહી છે. NIAની ટીમે કરીમગંજના પથ્થરકાંડીના સોનખીરામાંથી રાજુ ઓરંગ અને પિંકી ઓરંગની માઓવાદીઓ સાથે સંબંધ હોવાના આરોપમાં ધરપકડ કરી છે. એનઆઈએની ટીમે આ દંપતીના ઘરે દરોડા પાડીને લેપટોપ, પેઇન્ટિંગ પેન્સિલ, વિવિધ અખબારોના પેપર કટિંગ, નકશા, બે મોબાઈલ, પુસ્તકો ઉપરાંત ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST