ગુજરાત

gujarat

ETV Bharat / videos

Hapa Market Yard: હાપા માર્કેટયાર્ડમાં એરંડાનો મળી રહ્યો છે રેકોર્ડ બ્રેક ભાવ, જાણો ભાવ અંગે... - હાપા માર્કેટ યાર્ડ

By

Published : Feb 19, 2022, 5:26 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ (Jamnagar Hapa Marketing Yard)ખેડૂતોનું હોટફેવરિટ બન્યું છે કારણ કે અહીંથી ખેડૂતોને વિવિધ પાકના સારા ભાવ મળી રહ્યા છે. અજમાનો ભાવ એક મણના રૂપિયા 7,000 ખેડૂતોને મળ્યા હતા. આજે એરંડાની હરાજીમાં ઈતિહાસમાં સૌથી વધુ ઊંચો ભાવ માર્કેટિંગ યાર્ડમાં (Hapa Marketing Yard )બોલાયો છે ખેડૂતને એક મણના એરંડાના 400 રૂપિયા ભાવ મળ્યો છે જેના કારણે અન્ય ખેડૂતો પણ (Good crop prices to farmers)ખુશ થયા છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કપાસ, એરંડા, જીરૂ, અજમા, ધાણા સહિતની જડસોનું હાલાર પંથકના ખેડૂતો વેચાણ અર્થે લાવતા હોય છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખેડૂતોને તમામ પાકનો સારો ભાવ મળ્યો છે. હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું કે આ વર્ષે સારો એવો વરસાદ પડ્યો છે. જેના કારણે ઉત્પાદન પણ સારું થયું છે. જામનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતો હાપા માર્કેટિંગ યાર્ડમાં (Hapa Market Yard)પોતાનો માલ લઈને આવતા હોય છે. માર્કેટિંગ યાર્ડમાં અન્ય રાજ્યના વેપારીઓ પણ માલની ખરીદી માટે આવી રહ્યા છે. જેથી સ્થાનિક ખેડૂતોને ઉંચો ભાવ મળી રહ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details