ગુજરાત

gujarat

ETV Bharat / videos

Gujarat Assembly Election 2022: ગુજરાત કૉંગ્રેસના પ્રદેશસ્તરના નેતાઓ અહીં ચૂંટણી જીતવા ચર્ચા કરશે - દ્વારકામાં ચિંતન શિબિર

By

Published : Feb 21, 2022, 3:40 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની (Gujarat Pradesh Congress )બેઠક દ્વારકા ખાતે યોજાવાની તૈયારીઓના ભાગરૂપે કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા સહિત કોંગી આગેવાનો દ્વારકા આવ્યાં હતાં. કૉંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર, અમિત ચાવડા સહિતના નેતાઓએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવી આશીર્વાદ મેળવ્યાં હતાં. આગામી 2022 વિધાનસભાને( Gujarat Assembly Election 2022)લઈને કૉંગ્રેસ દ્વારા પ્રદેશસ્તરની ચિંતન શિબિર(Contemplation camp in Dwarka) દ્વારકામાં યોજાવાની હોઈ જેમાં કૉંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધી હાજરી આપવાના હોવાથી પ્રદેશ નેતાઓએ તૈયારીઓ આરંભી હતી. આગામી 25 થી 27 તારીખ સુધી દ્વારકામાં ચિંતન શિબિર યોજાવાની છે. જે અનુસંધાને નેતાઓ દ્વારકા આવી પહોંચ્યા હતાં. 2022 વિધાનસભાનું રણશિંગુ દ્વારકાથી ફૂંકાવાની તૈયારીઓના ભાગરૂપે ચિંતન શિબિર યોજાવાની છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details