અમદાવાદમાં સરકારી ગ્રાન્ટ આપવાના બહાને છેતરપિંડી
અમદાવાદ : શહેરમાં લોકોને સરકારી ગ્રાન્ટના નાણાં (Government grant money)અપાવવાની લાલચ આપે છે અને બાદમાં પ્રોસેસ કરવાના નામે અને પૈસા કઢાવવાના નામે લાખો રૂપિયા પડાવી લે છે. શહેરમાં અનેક NGO સંચાલકોને આવી જ ઘટનાનો ભોગ બનવાનો વારો આવ્યો. જે લોકોને સરકારી ગ્રાન્ટના નાણાં (Government grant money)અપાવવાની લાલચ આપે છે અને બાદમાં પ્રોસેસ કરવાના નામે અને પૈસા કઢાવવાના નામે લાખો રૂપિયા પડાવી લે છે. આરોપીએ અનેક NGO સંચાલકોને આ રીતે છેતર્યા છે. જે બાબતે પોલીસ ફરિયાદ થતા એલસીબ્રિજ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો. આરોપી મૂળ અમદાવાદનો છે. જેણે એક NGO સંચાલક પાસે 1 કરોડની ગ્રાન્ટ અપાવાના નામે પાંચ લાખ પડાવ્યા હતા. આરોપીએ અન્ય મહિલાઓ સાથે સરકારી સહાય માંથી સિલાઈ મશીન, ઔડામાં મકાન, બ્યુટી પાર્લર ચલાવવા સરકારી સહાય કે ગ્રાન્ટના(Fraud in the name of grant ) નામે અનેક મહિલાઓ સાથે ઠગાઈ કરી છે. આરોપીએ ચારથી વધુ મહિલાઓ પાસે અલગ અલગ ગ્રાન્ટ, રકમ કે સહાયના નામે દસેક લાખથી વધુની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:11 PM IST