ગુજરાત

gujarat

ETV Bharat / videos

છાશ પીવાથી 18 શ્રમિકોની ઉલટી ચક્કરની ફરિયાદો, ઝેરી છાશ હોવાની વિગતો આવી સામે! - હાલમાં આ શ્રમિકો સારવાર હેઠળ છે

By

Published : Dec 4, 2022, 4:23 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

પોરબંદરના આદિત્યાણાના વાડી વિસ્તારમાં છાશ પીવાથી 18 શ્રમિકોને ઝેરી અસર (18 workers poisoned by drinking buttermilk)થઈ હોવાની ઘટના સામે આવી હતી. શ્રમિકોએ છાશ પીધા બાદ સતત ઉલટી અને ચક્કર આવ્યા હતા. તમામ શ્રમિકોને ભાવસિંહજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે એવી વિગતો સામે આવી હતી કે આ શ્રમિકોએ ઝેરી દવાવાળી ડોલને સાફ કર્યા વિના જ શરતચૂકથી તેમાં છાશ બનાવી હતી અને તે છાશ પીધી પણ હતી. આથી 18 શ્રમિકોને તેની અસર થતા તેઓ ઝાડા ઉલટીનો ભોગ બન્યા (18 workers complained of vomiting and dizziness)હતા. આ ઘટના બાદ 108 એમબ્યુલન્સ દ્વારા આ શ્રમિકોને હોસ્પિટલમાં સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા. હાલમાં આ શ્રમિકો સારવાર હેઠળ છે
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details