સુરત પાટીદાર બેઠકોને સેંધ કરવા કેજરીવાલનો રોડ શૉ, એક દિવસ બાદ યોગી કરશે પદયાત્રા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ હવે ઝંઝાવતી પ્રચાર શરૂ થયો છે. સુરતની ચાર બેઠક કે જ્યાં પાટીદાર સમાજના મતદાતા નિર્ણાયક ભૂમિકામાં છે તેમને આકર્ષિત કરવા માટે આજે પોતે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal AAP) સુરત પહોંચ્યા હતા અને બે કિલોમીટરનો રોડ શો કરી જાહેર સભા સંબોધી હતી.સુરતના વરાછા વિસ્તારમાં (Varachha area of surat) રોડ શોમાં હજારોની સંખ્યામાં તેમના સમર્થકો જોવા મળ્યા હતા . રોડ શોમાં તેમની સાથે આપના પ્રદેશ પ્રમુખ અને કતારગામ બેઠકથી ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ,પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાલ વરાછાના ઉમેદવાર અલ્પેશ કથીરિયા તેમજ ઓલપાડના ઉમેદવાર ધાર્મિક માલવીયા સાથે હતા.ઉલ્લેખનીય છે કે આજ વિસ્તારમાં એક દિવસ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi adityanath BJP) પદયાત્રા કરશે
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST