ટેસ્ટી અને કુરકુરી ચક્રી સાથે વરસાદનો આનંદ માણો - ટેસ્ટી અને કુરકુરી ચક્રી
સ્નેક્સમાં ખાવા માટે ચક્રી ખૂબ જ સારો વિકલ્પ છે. તેને મોટે ભાગે ચોખાના લોટ, શેકેલા બેસન અને તલની સાથે હિંગ અને લાલ મરચાનો પાઉડર ભેળવીને બનાવવામાં આવે છે. ચક્રી ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં સૌથી પસંગદીદા સ્નેક્સ માનવામાં આવે છે. અહીં તેને મુરુક્કૂ અથવા ચક્રાલુના નામથી પણ ઓળખવામાં આવે છે. ચક્રીને ખાસ કરીને ઉંડા તેલમાં તળવામાં આવે છે, પરંતુ સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને આજકાલ ચક્રીને ઘણીવાર ઘી અથવા ઓવનમાં બેક્ડ કરવામાં આવે છે. અમારી રેસીપીની સાથે ચક્રીનો સ્વાદ ચાખો અને અમને જણાવો કે, આ રેસીપી તમને કેવી લાગી. જો તમારી પાસે કોઇ રેસીપી છે તો અમારી સાથે જરૂરથી શેર કરજો.