Jamnagar News : હિન્દુ સનાતન ધર્મ પર સંશોધન કરાયું, જાણો કેટલા વર્ષ જૂનું છે - Researcher of Hinduism
જામનગર : આજકાલ સનાતન ધર્મ પર ટીવી ચેનલો ડિબેટ થતી જોવા મળી રહી છે. શાહરૂખ ખાનનું ફિલ્મ પઠાણને લઈ સનાતન ધર્મ ફરીથી ચર્ચામાં આવ્યો છે. ત્યારે જામનગરમાં ગુજરાત ઇતિહાસ પરિષદનું 31 અધિવેશન યોજવામાં આવ્યું હતું. જેમાં ઇતિહાસવિદ ભાવના પી. ગજેરાએ હિન્દુ સનાતન ધર્મ પર સંશોધન કર્યું છે.
સૌથી જૂનો ધર્મ હિન્દુ સનાતન : ઇતિહાસવિદ ભાવના પી ગજેરાએ જણાવ્યું હતું કે, ભારતમાં સૌથી જૂનો ધર્મ હિન્દુ સનાતન ધર્મ છે અને સૌથી નવો ધર્મ શીખ ધર્મ છે. તેવું સંશોધનમાં બહાર આવ્યું છે. ઇતિહાસના નિષ્ણાંતો વિવિધ આધાર અને પુરાવો દ્વારા આ સંશોધન કરતા હોય છે. ભારતમાં વર્ષોથી સનાતન ધર્મ છે અહીં લોકોની પરંપરાઓ તેમજ લોક માન્યતાઓ અને વાયકાઓ સાથે વિવિધ પુરાવા ઇતિહાસ વિદે રજૂ કર્યા હતા. હિંદુ ધર્મ ભારતીય ઉપમહાદ્વીપમાંથી ઉદ્ભવેલો ધર્મ છે. આ ધર્મને તેના અનુયાયીઓ દ્વારા સનાતન ધર્મ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો :Bageshwar baba: તમે મને સાથ આપો હું હિન્દુ રાષ્ટ્ર આપીશ, સનાતન ધર્મ પર થયેલો હુમલો
અર્વાચીન યુગમાં પળાતા ધર્મો : હિંદુ ધર્મ, અર્વાચીન યુગમાં પળાતા ધર્મોમાં સૌથી પ્રાચીન ધર્મ છે અને તેના મૂળ વૈદિક સંસ્કૃતિમાં રહેલા છે. વિવિધ માન્યતાઓ તેમજ પરંપરાઓના આ સમુહને સ્થાપનારી કોઈ એક વ્યક્તિ નથી. 92 કરોડ અનુયાયી સાથે હિંદુ ધર્મ, ખ્રિસ્તી અને ઇસ્લામ પછી દુનિયાને ત્રીજો સૌથી મોટો ધર્મ છે. એના મોટાભાગના અનુયાયી ભારત તેમજ નેપાળમાં વસે છે. તે સિવાય બાંગ્લાદેશ, ઈંડોનેશિયા, પાકિસ્તાન, મલેશિયા, શ્રીલંકા, સંયુક્ત રાજ્ય અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, યુનાઈટેડ કિંગડમ, મોરેશિયસ, દક્ષિણ આફ્રિકા, ગુયાના, ટ્રિનિદાદ અને ટોબેગો તથા સુરીનામમાં પણ સારી એવી સંખ્યામાં હિંદુઓ વસે છે.
આ પણ વાંચો :Bageshwar Dham katha Raipur: નાગપુર કેસમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન, મને બદનામ કરવાનો પ્રયાસ
શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજિત ગ્રંથો : હિંદુ ધર્મમાં ઘણાં ગ્રંથો છે. શ્રુતિ અને સ્મૃતિમાં વિભાજિત આ ગ્રંથો કે જેમનું સંકલન હજારો વર્ષના સમયગાળા દરમિયાન થયું છે. તે ઈશ્વર અને આસ્થા, તત્વજ્ઞાન, પુરાણ વિદ્યા જેવા અનેક વિષયોનું સવિસ્તાર વર્ણન કરે છે. તેમજ રોજબરોજના જીવનને ધર્મસંગત રાખવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે. પરંપરાગત દ્રષ્ટિએ આ ગ્રંથોમાંથી વેદ તેમજ ઉપનિષદને સૌથી વધુ મહત્વપૂર્ણ, પ્રાચીન તેમજ આધિકારિક માનવામાં આવે છે. અન્ય મહત્વના ગ્રંથોમાં તંત્ર, વિભાગીય અગમો, પુરાણ અને મહાકાવ્યો જેમકે રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. ભગવદ્ ગીતા કે જે મહાભારતનો અંશ છે તેને બધા વેદોનો સાર માનવામાં આવે છે.