Cyclone Biparjoy : માંગરોળના દરિયાનું રૌદ્ર સ્વરૂપ, બે બાઈક તણાયા, ગામમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો - Mangrole sea
જૂનાગઢ :માંગરોળના દરિયાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. બિપરજોય વાવાઝોડાનો ખતરો બિલકુલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર પર મંડરાતો જોવા મળી રહ્યો છે. બપોર બાદ માંગરોળના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે, 15 ફૂટ ઊંચા મહાકાય મોજા માંગરોળના દરિયામાં ઉછળતો જોવા મળ્યા હતા. જે રીતે હવામાન વિભાગે અતિભારે વરસાદની સાથે વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરી છે તે જોતા અત્યારથી જ માંગરોળના દરિયામાં ખૂબ જ કરંટ જોવા મળ્યો છે. વિશાળ મોજાએ બે બાઈક અને અન્ય માછીમારોને જાણે કે દરિયામાં ધસડી જતા હોય તે પ્રકારના એક્સક્લુઝિવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આગામી 48 કલાક ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. હવામાન વિભાગે જે રીતે વાવાઝોડા અને અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તે મુજબનો કરંટ અને વરસાદી વાતાવરણ માંગરોળના દરિયામાં સ્પષ્ટ જોવા મળે છે, દરિયામાં કરંટને અને પવનને લઈને બંદર વિસ્તારના ગામોમાં ભારે ભય જોવા મળે છે.