Fire in Sugar Factory at Kamrej : બગાસના ઢગલામાં લાગેલી આગ 26 કલાકે કાબૂમાં આવી - કામરેજની સુગર ફેક્ટરીમાં આગ
રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વધુ પડતી ગરમીને કારણે સુરતની કામરેજ સુગર મિલમાં આગ (Fire in Sugar Factory at Kamrej) લાગી હતી. કામરેજ સુગર ફેક્ટરીમાં ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવેલા બગાસના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બગાસના જથ્થામાં આગ લાગતાં બગાસનો જથ્થો બળીને ખાખ થયો હતો. બગાસના ખુલ્લા ગોડાઉનમાં લાગેલી આગ ગરમીને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગ બૂઝાવવા ત્રણ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. જોકે પવનના કારણે આગ સતત પ્રસરી રહી હતી જેથી વધુ બે ફાયર ફાયટરોને લાવવામાં આવ્યા હતા અને 26 કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગે (Kamrej Fire Depatment) આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નથી.ઘટના વિશે બેન્જો કેમ કંપનીના અધિકારી રાહુલ પટેલના જણાવ્યા અનુસાર કંપનીમાં નવા પ્લાન્ટની કામગીરી દરમિયાન લોખંડની સીડી ગરમ ઓઇલની પાઇપલાઇન ઉપર પડતાં તૂટી ગયેલી અને તે દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. પરંતુ કંપનીમાં કોઈ ગેસ લીકેજ થયો ન હતો અને બ્લાસ્ટ પણ થયો ન હતો. માત્ર આગ લાગી હતી અને લોખંડની સીડી પડતાં કંપનીના પ્લાન્ટનું સ્ટ્રક્ટર ધરાશાયી થયું હતું.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST