ગુજરાત

gujarat

ETV Bharat / videos

Fire in Jhagadia paper mill : નાના સાંજા ગામમાં પેપર મિલમાં આગ, ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો - ઝઘડીયા પેપર મીલમાં આગ

By

Published : Mar 22, 2022, 7:21 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

ઝઘડીયા તાલુકાના નાના સાંજા ગામ પાસે આવેલી સીતારામ પેપર મિલમાં બપોરના બે વાગ્યાના અરસામાં પુઠાં બનાવવાના પ્લાન્ટમાં રહેલા પૂઠાંના રોલમાં અગમ્ય કારણોસર આગ(Fire in Jhagadia paper mill)લાગી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા પૂઠ્ઠાંના જથ્થો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયેલો. કંપનીમાં રહેલા પૂઠાંનો લાખોની કિંમતનો સ્ટોક બળી ગયો હતો. આ ઘટનાની જાણ ઝઘડીયાભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરો ફાયર બ્રાઉઝર સાથે સીતારામ પેપરમિલમાં દોડી આવીને લાગેલી આગ ઉપર પાણીની મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવવામાં પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. આગ એટલી મોટી હતી કે 15 જેટલા ફાયરના વોટર બ્રાઉઝરની જરૂર પડી હતી.આ ઘટનાની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને (fire broke paper mill )કરવમાં આવી હતી. સીતારામ પેપરમીલ ખાતે દોડી આવીને કંપનીના પાણીના નમૂના લીધા હતા અને આ આગના કારણે હવામાં ધુમાડાનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (Gujarat Pollution Control Board)દ્વારા હવામાં રહેલા પ્રદૂષણની માત્રા પણ એર ક્વોલિટી મશીન દ્વારા ચેક કરવામાં આવી હતી. પેપરમિલમાં લાગેલી આગના બનાવમાં કોઇ જાનહાનિ થઈ નથી.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details