ગુજરાત

gujarat

ETV Bharat / videos

દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલના ઘરે લહેરાયો તિરંગો

By

Published : Aug 14, 2022, 11:20 AM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

આણંદ: જિલ્લામાં આવેલ કરમસદ ગામમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી, પ્રવર્તમાન સમયમાં આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka amrit mahotsav gujarat)ની ઉજવણીના ભાગરૂપે અનેક સ્થળે તિરંગા યાત્રા યોજાઈ રહી છે પરંતુ કરમસદ ખાતે યોજાયેલી તિરંગા યાત્રા (Anand tiranga yatra) એટલા માટે મહત્વપૂર્ણ બની કે અહી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને રાષ્ટ્રના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ઘરે તિરંગો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. દેશને 562 રજવાડાને એક ભારતનો આકાર આપનાર સરદાર વલ્લભભાઈ પટેલનું વતન એટલે કે આણંદ પાસે આવેલી કરમસદ ગામ જ્યાં સરદારનું બાળપણ વીત્યું ગામમાં આવેલ તેમના પૈતૃક ઘરને આજે સરદાર ગૃહ નામ આપવામાં આવ્યું છે, જ્યાં આજે પણ સરદારની યાદો તાજી કરાવતું આ સ્થળ એક સ્મારક બનીને ઉભરી આવ્યું છે. આજે જ્યારે સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સરદાર પટેલના ઘરે પણ તિરંગો ઝંડો લહેરાવવા આવ્યો હતો. જે સરદારને આઝાદીના 75 વર્ષે સ્મરર્ણાજલી સમાન લાગી રહ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details