પાટણની અંબિકા શાકમાર્કેટ તિરંગાના રંગે રંગાઈ - gujarat azadi ka amrit mahotsav
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાષ્ટ્ર આઝાદી કા અમૃત મહોત્સવની (gujarat azadi ka amrit mahotsav) ઉજવણી કરી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી હર ઘર તિરંગા (gujarat har ghar tiranga) રાષ્ટ્રીય પર્વની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે પાટણની અંબિકા શાકમાર્કેટ ના વેપારીઓ દ્વારા પ્રથમવાર 15 મી ઓગસ્ટના દિવસે તિરંગાની થીમ સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં તિરંગા યાત્રા બેન્ડવાજા સાથે નીકળી હતી આ યાત્રામાં માર્કેટના તમામ વેપારીઓ માથે સાફા પહેરી હાથમાં તિરંગા ધ્વજ લઇ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા અંબિકા શાકમાર્કેટથી નીકળી છીન્ડિયા દરવાજા , જગદીશ મંદિર , ઘીવટો , દોશીવટ બજાર , હિંગળાચાચર , બગવાડા દરવાજા થઈ માર્કેટ ખાતે પરત ફરી હતી. માર્કેટની તમામ દુકાનો ઉપર એક સમાન તિરંગા લહેરાવવામાં આવ્યા હતા.ઉપરાંત તિરંગાની થીમ પર માર્કેટમાં જુદા જુદા 12 જેટલા ગેટ ઊભા કરવામાં આવ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST