ગુજરાત

gujarat

Diwali 2023 : હર્ષ સંઘવીએ પોતાના જનસંપર્ક કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા દીવાનો વેચાણ સ્ટોલ શરુ કર્યો

ETV Bharat / videos

Diwali 2023 : હર્ષ સંઘવીએ પોતાના જનસંપર્ક કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા દીવાનો વેચાણ સ્ટોલ શરુ કર્યો - દિવ્યાંગ બાળકો દ્વારા બનાવાયેલા દીવા

By ETV Bharat Gujarati Team

Published : Nov 10, 2023, 8:52 PM IST

સુરત : રાજ્ય  ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના જનસંપર્ક કાર્યાલય બહાર દિવ્યાંગ અને સ્પેશિયલ ચાઈલ્ડસ દ્વારા તૈયાર કરવામાં આવેલ દીવાઓ વેચવા સ્ટોલ શરૂ કર્યો છે. બાળકો પણ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલ આ પહેલથી ખૂબ જ ઉત્સાહિત નજર આવ્યા હતાં.. પોતાના હાથથી તેઓએ દીવડાને રંગ કર્યા છે અને આ તમામ દીવડા વેચાઈ જાય તે માટે અગાઉ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમણે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે તેઓ આ બાળકોના બ્રાન્ડ એમ્બેસેડર બનીને તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલા તમામ દીવડાઓ વેચવામાં મદદ કરશે અને તેઓએ આ માટે પોતાના કાર્યાલય બહાર જ એક સ્ટોલ ઉભો કરી બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા દીવડા મૂક્યા છે. આ દીવડા લેવા માટે સવારથી જ મોટી લાઈન લાગી ગઈ હતી.

  1. Surat News : હર્ષ સંઘવી સ્પેશિયલ ચિલ્ડ્રન્સ સાથે ગરબા રમ્યાં, કહ્યું તેમના બનાવેલા દીવા વેચાવવા માર્કેટિંગ પણ કરશે
  2. Vijayadashami 2023 : સુરત પોલીસ હેડક્વાટર ખાતે શસ્ત્રપૂજન બાદ ગૃહ રાજ્યપ્રધાને અસામાજીક તત્વોને કર્યો લલકાર

ABOUT THE AUTHOR

...view details