SDRF દ્વારા ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવ્યો - Gujarat tiranga yatra
રાજકોટ: SRP ગ્રુપ 13 ની SDRF ટીમનાં જવાનો અને અધિકારીઓ દ્વારા આજી ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવી હર ઘર તિરંગા (Gujarat tiranga yatra) ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરી. સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે જેમાં તારીખ 13 થી લઈને 15 ઓગસ્ટ એટલે કે ત્રણ દિવસ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં SRP જૂથ 13 ના SDRF ટીમનાં જવાનો અને અધિકારીઓ દ્વારા આજી ડેમ ખાતે બોટિંગ તથા સ્વિમિંગ કરી તિરંગો લહેરાવી અનોખી ઉજવણી કરી છે. હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારવા માટે ઠેર-ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ રાજકોટ શહેરના આજી ડેમ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટ SRP જૂથ 13 ની SDRF ટીમના જવાનો અને અધિકારીઓ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ SDRF ટિમ દ્વારા આજીડેમ ખાતે બોટિંગ તેમજ સ્વીમીમિંગ કરી હાથમાં તિરંગો લહેરાવી અનોખી ઉજવણી કરી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST
TAGGED:
Gujarat tiranga yatra