Double Murder Case Surat: 2018માં માતાપુત્રીની હત્યાના કેસમાં કોર્ટે બંને આરોપીઓને દોષી ઠેરવ્યાં - સુરતનો 2018નો ડબલ મર્ડર કેસ
4 એપ્રિલ 2018ના સુરતના પાંડેસરામાં સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડની ઝાડીઓમાંથી એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. બાળકી સાથે સેક્સ્યુઅલ અસોલ્ટ થયો હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસને બાળકીની માતાનો પણ મૃતદેહ (Double Murder Case Surat) મળ્યો હતો. આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. બંને આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. આવતીકાલે તેમને સજા સંભળાવવામાં આવશે.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST