Dhuleti 2022: બે વર્ષ બાદ લોકો મન મુકીને ધુળેટી રમ્યા, પાર્ટીપ્લોટ અને ક્લબોમાં ડીજેના તાલે ઘૂમ્યા - અમદાવાદમાં ધુળેટીની ઉજવણી
સમગ્ર દેશભરમાં ધુળેટીના પાવન પર્વની ઉજવણી(Dhuleti celebration in Ahmedabad ) કરવામાં આવી રહી છે. આજના દિવસે સવારથી જ નાના-મોટા એકબીજાના ઉપર અબીલ, ગુલાલ તેમજ કેસુડાના છટીને (Dhuleti 2022)પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. ધુળેટી એટલે રંગોનો તહેવાર આ વખતે કોરોનાના કોઈ નિયંત્રણ ન હોવાથી પાર્ટી પ્લોટ તેમજ ક્લબોમાં મોટી સંખ્યામાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વસ્ત્રાપુર ખાતે આવેલ એમ્ફી થિયેટરમાં ધૂળેટીની ઇવેન્ટનું આયોજન કરનાર ડીજે પ્રેમે જણાવ્યું હતું કે બે વર્ષ લોકોને તહેવારનો આનંદ માણવા મળતા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે લોકોનો ઉત્સાહ બેવડો જોવા મળી રહ્યો છે. બે વર્ષ કોરોનામાં ઇવેન્ટ પર પ્રતિબંધ હોવાથી ઘણું નુકસાન થયું છે. જ્યારે હવે આ વર્ષે કોઈ પણ નિયંત્રણ ન હોવાથી અમે પણ ખુશ છીએ. ધુળેટી રસિકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમે બે વર્ષ ઘરમાં બેસીને બોર થઈ ગયા હતા. આ વર્ષે તહેવાર મનાવવા મળ્યો એટલે બહુ જ ખુશ છીએ ત્યારે અમારો ઉત્સાહ બેવડો થઈ ગયો છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST