ગુજરાત

gujarat

ETV Bharat / videos

Dhuleti 2022: મહેસાણાના વિસનગરમાં ખાસડાયુદ્ધની ધુળેટી, 200 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવાય

By

Published : Mar 18, 2022, 7:49 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

મહેસાણાના વિસનગરમાં ચાલી આવતી વર્ષો જૂની પરંપરા(Dhuleti 2022) આજે પણ અહી જોવા મળી રહી છે. એક યુધ્ધના સ્વરૂપમાં જ્યાં ખેલાય છે જૂતા મારવાનો (Special war in Visnagar of Mehsana )જંગ અને મનાવાય છે. ધૂળેટીનો અનોખો રંગોનો પર્વ ખાસડાયુદ્ધ થી. હોળી ધૂળેટી રંગોનો પર્વ(Visnagar shoe battle ) જે નાત જાત અને ધર્મના ભેદભાવ ભુલાવી ઉજવાય છે. ગુજરાતમાં ત્યારે (Rangwali Holi 2022)વિવિધતામાં એકતાનો સમન્વય આજે જોવા મળી રહ્યો છે વિસનગરમાં યોજાતી અંદાજે 200વર્ષો જૂની પરંપરામાં અહી નાના બાળકો થી લઇ યુવાનો અને કેટલાક વડીલો પણ પોતાની મસ્તીમાં આવી આજે ધુળેટીના પર્વ પર ઉજવાતા ખાસડાયુધ્ધમાં ભાગ લે છે. વિસનગરના મંડી બજારની ગલીઓમાં જોવા મળતા આ યુવાનોને જોઈ તમને લાગશે કે જાણે અહી કોઈ મોટી બબાલ સર્જાઈ છે પણ ના આ છે અહીના લોકોની મસ્તી ભરી ખુશાલીની પરંપરા ધુળેટી આવતા જ અહી ચબુતરા પાશે ભેગા કરાય છે. જુના જૂત્તા અને સળેલા શાકભાજી પછી બે જૂથ બનાવી લોકો પરમંપરાગત રીતે સામ સામે જૂત્તા કે સળેલા બગડેલા શાકભાજી ફેંકી એક બીજાના ટોળાને માર મારતા સામે પક્ષને પાછો પાડવા દોડે છે અને જયારે કોઈને વાગે છે જૂતું તો તેનું આખું વર્ષ સારું જાય છે એવી છે અહીની અનોખી લોકમાન્યતા છે. જો કે સામ સામે છુટ્ટી મારામારીની આ રમત અને પરંપરામાં લોકોની એકતાની અખંડતાને આજ દિન સુધી જાળવી રાખવામાં આવી છે અહી ક્યારેય આ રમતને લઇ કોઈ વાત વિવાદ કે જ્ઘડા થયા નથી.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details