Dhuleti 2022: દ્વારકા ફુલડોલ મહોત્સવમાં ઉમટ્યું માનવ મહેરામણ - ધુળેટી ની તારીખ
દ્વારકાધીશ મંદિરમાં મોટી સંખ્યામાં (Dwarkadhish Temple )માનવ મહેરામણ ઉમટ્યું છે. આજરોજ ફુલડોલ મહોત્સવ હોઈ દ્વારકાધીશ મંદિરમાં ખાસ ઉજવણી કરવામાં આવી છે. વેહલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો( Dhuleti 2022)ભગવાન શ્રી કૃષ્ણનાના દર્શન કરવા દ્વારકાધીશ મંદિર પોહંચ્યા હતા. ભક્તો ભક્તિભાવ સાથે દ્વારકાધીશ મંદિરમાં દ્વારકાધીશ(Dwarka Fuldol Festival ) સંગ રંગે રંગાયા છે. ત્યારે સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની જય દ્વારકાધીશ અને જય રણછોડના નાદ સાથે જોવા મળી છે. દ્વારકામાં ધામધૂમ પૂર્વક ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવમાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST