Dhuleti 2022: પાટણમાં હર્ષોલ્લાસ સાથે ધુળેટીની ઉજવણી - Dhulandi 2022 in Delhi
પાટણ શહેર સહિત જિલ્લામાં રંગોત્સવ (Dhuleti celebration in Patan)પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં ઠેર-ઠેર સામાજિક રાજકીય (Dhuleti 2022)અને પારિવારિક કાર્યક્રમો યોજાયા હતા. દરેક લોકોએ એકબીજા ઉપર અબીલ ગુલાલની છોળો ઉડાડી ધુળેટી પર્વની ઉજવણી(Dolotsav celebrated in Vaishnava temples ) કરી હતી. વૈષ્ણવ મંદિરોમાં ડોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૈષ્ણવ મન મૂકીને પ્રાકૃતિક રંગેની એકબીજા પર છોળો ઉડાડી આનંદ માણ્યો હતો.પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તિલક હોળીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ ભાજપના મહામંત્રી કે.સી પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીની આગેવાનીમાં ભાજપના કાર્યકરોએ એકબીજા ઉપર અબીલ ગુલાલ ઉડાડી વોટર કેંનન ઉપયોગ કરી ડીજેના તાલે કાર્યકરો ઝુમી ઉઠયા હતા. ખાસ કરીને કૃષ્ણ મંદિરોમાં ધુળેટીના આ તહેવારનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે પાટણના હવેલી મંદિર અને દ્વારકાધીશ મંદિરમાં ડોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન ઠાકોરજીના ચાર ખેલા દર્શન કરવા મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા સાથે સાથે કેસુડો અબીલ, ગુલાલ ના કુદરતી કલરો એકબીજા પર નાખી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST