Dhuleti 2022: કોરોના બાદ માંડવી બીચ પર સહેલાણીઓએ કરી ધુળેટીની ઉજવણી - હોળી નિબંધ ગુજરાતી pdf
છેલ્લાં બે વર્ષથી કોરોના કાળના લીધે લોકો પોતાના મનગમતા( Mandvi beac Dhuleti )તહેવારોની ઉજવણી કરી શકયા નથી. જ્યારે કોરોનાના કેસો નહિવત્ છે ત્યારે સરકારે પણ તમામ પ્રકારના નિયંત્રણો દૂર કરતા હવે લોકો તહેવારોની ઉજવણી ઉલ્લાસભેર કરી રહ્યા છે. આજે રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી પણ લોકો એકદમ હર્ષોલ્લાસથી કરી રહ્યા છે. કચ્છના માંડવી બીચ પર કોરોનાકાળ અગાઉ ખૂબ હોંશભેર અહીંના લોકો તેમજ પ્રવાસીઓ સાથે મળીને(Kutch Mandvi beach ) ધુળેટીની ઉજવણી કરતા હતા. તેવી જ રીતે આ વર્ષે કરી રહ્યા છે. માંડવીના બીચ પર પ્રવાસીઓનો ઘોડાપૂર(Dhuleti 2022)ઉમટ્યું હતું. લોકો બીચ પર ગુલાલ સાથે ધુળેટી રમતા જોવા મળ્યા હતાં. કોરોનાકાળ બાદ લોકોએ ધુળેટીનો આનંદ માણ્યો હતો. લોકોએ મન મૂકીને DJ ના તાલ પર ઝૂમ્યા હતા અને ધુળેટીની ખૂબ ધૂમધામ પૂર્વક ઉજવણી કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST