ગુજરાત

gujarat

ETV Bharat / videos

Death by drowning: કાકરાપાર ડેમમાં સેલ્ફીના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો - પાણીમાં ડુબી જવાથી મોત

By

Published : Mar 3, 2022, 12:50 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાકરાપાર ડેમ પર કામરેજના( Mandvi Kakrapar Dam)વેલંજામાં રેહતો યુવક હિતેશ રબારી પોતાના મિત્રો સાથે ગઈકાલે માંડવી તાલુકાના કાકરાપાર ડેમમાં પોતાના મિત્રો સાથે ફરવા માટે ગયો હતો. ડેમ પર ફરવાની મઝા માણી રહ્યો હતો દરમિયાન ડેમ પર થી દેખાતા પાણીના નજારા ને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યો હતો તે દરમિયાન સેલ્ફી લેવા જતા હિતેશનો પગ લપસી જતા ડેમના( Death of a youth in Kakrapar Dam)પાણીમાં પડી ગયો હતો. ડેમ માંથી નીકળી નહેરના(Death by drowning) વહેણમાં ખેચાઈ ગયો હતો જોકે સાથે આવેલા મિત્રોએ મદદ માટે બુમાબુમ કરી મૂકી હતી પરંતુ મદદ મળે એ પહેલા હિતેશ તણાઈ ગયો હતો. જોકે ઘટનાની જાણ ફાયર વિભાગને(Kamaraj Fire Department)કરવામાં આવતા બારડોલી તેમજ કામરેજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોચ્યું હતું અને હિતેશ રબારીને શોધવાના પ્રયાસ હાથ ધરાયા હતા.જોકે કલાકોની મેહનત બાદ હિતેશનો મૃતદેહ ડાબા કાંઠાની કેનાલના થોડે દૂર થી મળી આવ્યો હતો. મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details