Congress leader joins BJP: કૉંગ્રેસ આપઘાત કરવા માગતી હોય તો તેને હું બચાવનાર કોણ ? : હીરાભાઈ પટેલ - ગાંધીનગર ભાજપ કમલમ
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ(Gandhinagar BJP Kamalam )ખાતે કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં. જેમાં મુખ્યત્વે લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ પટેલ, કૉંગ્રેસના પૂર્વ પ્રવક્તા ભરત દેસાઈ, કૉંગ્રેસ સોશિયલ મીડિયાના પૂર્વ કન્વીનર રાકેશ ગોસ્વામી, ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ(All India Congress)કમિટીના પૂર્વ ડેલિગેટ પ્રશાંત પરમાર અને કિસાન સેનાના પ્રમુખ ભરત પટેલ તેમના સમર્થકો સાથે ભાજપમાં(Congress leader joins BJP ) જોડાયા હતાં. ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે, ભાજપમાં( Bharatiya Janata Party )નાનામાં નાના કાર્યકરની ચિંતા થાય છે. અહીં સર્વે કાર્યકર રાષ્ટ્રવાદને વરેલા છે. ભાજપે અયોધ્યા અને કાશી મંદિરનું નિર્માણ કરવાનું કાર્ય કર્યું છે. ભાજપ રાષ્ટ્રીય મુદ્દા પર કોઈ સમાધાન કરતું નથી. એટલે જ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરાઈ છે. મોટી સંખ્યામાં ભાજપમાં કૉંગ્રેસના કાર્યકરો જોડાયા છે. જે દર્શાવે છે કે, કૉંગ્રેસનો સૂરજ અસ્ત થવાના આરે છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST