એપ દ્વારા લોન આપવાના નામે છેતરપિંડી અને ખંડણીના શિકાર થતા લોકો માટે કૉંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો - સુરત સાઇબર ક્રાઇમ બ્રાંચ
સુરત શહેર કૉંગ્રેસે તત્કાલ લોન આપવાના નામે ગુગલ પ્લે સ્ટોર પર અનેક એપ છે અને એમાંથી કેટલીક એપ્સ લોન આપવાના નામે છેતરપિંડી (Fraud through the app )કરે છે. આવા સામે હવે કૉંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોઈ આવી એપનો ભોગ બન્યો હોય તો કૉંગ્રેસ દ્વારા(Surat City Congress) તેમની માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો છે. 9904670696 હેલ્પલાઇન નંબર (Surat City Congress Helpline No)આવા લોકો માટે કૉંગ્રેસ દ્વારા જાહેર કરાયો છે કે જેઓ ગુગલ પ્લે સ્ટોર પર તાત્કાલિક લોન લેવા માટે એપ ડાઉનલોડ કરી છે અને તેઓ આ એપના માધ્યમથી છેતરપિંડી અને ખંડણી વસૂલીના શિકાર બન્યા છે. આ અંગે કૉંગ્રેસના ઉપપ્રમુખ દીપ નાયકે જણાવ્યું હતું કે આ અંગે અગાઉ કૉંગ્રેસ દ્વારા સુરત સાઇબર ક્રાઇમ બ્રાંચમાં (Surat Cyber Crime Branch)અરજી કરી આવી એપ્લિકેશનો સામે કાર્યવાહી કરવા અંગેની માંગણી કરાઈ છે અને હાલ આ એપ્લિકેશનનો ભોગ બનનાર લોકો કૉંગ્રેસને સંપર્ક કરી શકે આ માટે અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST