વિધાનસભામાં અખિલેશ-યોગીની મુલાકાત, CM યોગી તેમના ખભા પર રાખ્યો હાથ - યોગીએ નવા ધારાસભ્યોનું સ્વાગત કર્યું
ઉત્તર પ્રદેશ વિધાનસભાની કાર્યવાહી સોમવારથી શરૂ થઈ ગઈ છે. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મીડિયા સાથે વાત કરી હતી. અહીં મુખ્યપ્રધાન યોગીએ તમામ નવા ધારાસભ્યોનું સ્વાગત કર્યું અને કહ્યું કે વિકાસમાં દરેકની ભાગીદારી જરૂરી છે. આજે તમામ 403 ધારાસભ્યો શપથ લેશે. યુપી વિધાનસભામાં આજે અખિલેશ-યોગીની મુલાકાત થઈ હતી. અહીં અખિલેશ યાદવ અને યોગીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. જે બાદ યોગીએ અખિલેશના ખભા પર હાથ મૂક્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST