અમદાવાદના YMCA ક્લબમાં થીમ બેઝ થર્ટી ફર્સ્ટની ઉજવણી થશે - YMCA ક્લબ
અમદાવાદ: શહેરના યુવા વર્ગમાં પણ 2019ની આખરી ઘડીઓને વિદાય આપી અને 2020ના નવા વર્ષના આગમનને વિશેષ ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવવા માટે થનગનાટ છે, ત્યારે શહેરની પ્રતિષ્ઠિત ક્લબોએ પણ ખાસ તૈયારીઓ કરી છે. કુટુંબની સાથે હોય કે, મિત્રો સાથે હોય, નવા વર્ષના આગમનને વધાવવા માટે અમદાવાદની YMCA કલબે કેટલાક આયોજન કર્યાં છે. આ આયોજનમાં સરલ એન્ડ કંપની અને હેપીનેસ એન એક્સ સાથે ઇઝી હોમ સર્વિસ દ્વારા થીમ પાર્ટી યોજાશે. નવા વર્ષને વેલકમ કરવા માટે YMCA ક્લબમાં યોજાયેલ આ આયોજન એન.કે એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 31મી ડિસેમ્બરે યોજાનારી આ ઉજવણી ગુજરાતની સૌપ્રથમ થીમ બેઝ પાર્ટી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.