વડોદરા શુક્રવારી બજાર ખોલવા બાબતે મહિલા વિક્રેતાઓએ આવેદનપત્ર આપ્યું - વડોદરા કલેકટર કચેરી
વડોદરા: લોકડાઉન બાદ જાહેર થયેલા તબક્કાવારના અનલોકમાં સરકારે અનેક વ્યવસાયકોને રાહત આપી છે. મોલ મલ્ટીપ્લેક્સ સહિતના ગેમ ઝોન પણ શરૂ થઈ ગયા છે. પરંતુ બીજી તરફ પાલિકા તંત્ર ગરીબ વ્યાપારીઓને અન્યાય કરી રહ્યું હોવાનું સામે છે. છેલ્લાં ઘણાં સમયથી શુક્રવારી બજારમાં બેસવા દેવામાં આવતા નથી, સામે દિવાળીનો તહેવાર આવે છે. ત્યારે શુક્રવારી બજારમાં વ્યવસાય કરતા 250 જેટલા લોકોએ આવક ગુમાવવી પડી રહી છે. આ મામલે તેઓ પાલિકાની મુખ્ય કચેરી ખાતે પોતાની વેદના વ્યક્ત કરતા રજૂઆત કરી હતી. શુક્રવારી બજારમાં મજૂરી કરતી મહિલાઓ પાલિકાની વડી કચેરીએ પહોંચી હતી. જ્યાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કર્યા હતા અને આવેદનપત્ર પાઠવી બજાર શરૂ કરવાની માંગ કરી હતી.