રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો
રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 અને 14માં છેલ્લા 6 મહિનાઓથી દૂષિત પાણી કોર્પોરેશન દ્વારા આપવામાં આવતું હોવાની ફરિયાદ આંબેડકર નગરના સ્થાનિકોએ કરી હતી. જેને લઈને સોમવારે દૂષિત પાણી મુદ્દે મહિલાઓ રણચંડી બની હતી અને મનપાની વોર્ડ ઓફિસ બહાર માટલા ફોડીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. વિરોધ દરમિયાન ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર પણ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થયો હોવા છતા પાણી મુદ્દે શહેરમાં વિરોધ જોવા મળી રહ્યો છે.