જામનગર: માણેક સેન્ટરમાં બીજા માળેથી મહિલા નીચે પટકાઈ, સારવાર દરમિયાન મોત - The woman fell from the second floor
જામનગરઃ શહેરમાં ગુરૂવારે બપોરે માણેક સેન્ટરમાં એક અજાણી મહિલા બીજા માળેથી નીચે પટકાઇ હતી. મહિલા નીચે પટકાતા લોકોના ટોળા એકઠા થયા હતા અને બાદમાં મહિલાને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.